મિલકત દસ્તાવેજોની  નોંધણી કરવાના બદલામાં લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં સેવાસદન ખાતે સબ રજીસ્ટાર કચેરીમાં મિલકત સંબધોના દસ્તાવેજો  નોંધણી કરવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવતી હોવાની બૂમો છેલ્લા ઘણા સમયથી ઊઠી  હતી. જેથી નડિયાદ એસીબીએ ડિકોય ગોઠવીને જુના નોંધાયેલા દસ્તાવેજ કઢાવી આપવાના બદલામાં રૂપિયા ૩ હજારની લાંચ માંગણી કરનાર કરાર આધારિત કર્મચારી એસીબીના છટકામાં લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગયો હતો.

નડિયાદ એ.સી.બી. કચેરીના અધિકારીઓને ચોક્કસ માહીતી મળી હતી કે, જીલ્લા સેવા સદન, નડિયાદ ખાતે આવેલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતાં અધિકારી/કર્મચારીઓ અરજદારો પાસેથી મિલ્કત સબંધેના દસ્તાવેજો અંગે ઇન્ડેક્ષની નકલ કાઢી આપવાના અવેજમાં રૂપિયા ૧ હજાર થી ૩ હઝાર સુધીની લાંચ માંગે છે જે આધારે એ સી બી કચેરી દ્વારા ડીકોયરનો સંપર્ક કરી સાથ સહકાર મેળવી ડીકોય છટકાનું આયોજન કર્યું હતું. ડિકોયર તરીકે જાગૃત નાગરિક એસીબી કચેરીમાં પહોંચ્યો હતો.અને તેણે અગાઉ ખરીદ કરેલી મિલકતની નકલ કાઢી આપવા માટે કચેરીમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર મેઘરાજસિંહ બળવંતસિંહ છાસટીયા ને વાત કરી હતી. મેઘરાજસિહે  નકલ કાઢી આપવા બાબતે રૂપિયા ૩ હજારની માંગણી કરી હતી આ રૂપિયા ડીકોયર એ અગાઉથી ગોઠવેલા છટકા મુજબ મેઘરાજસિંહને આપ્યા હતા. તે વખતે હાજર એસીબીના અધિકારીઓએ રંગે હાથ મેઘરાજસિહને લાંચ લેતા પકડી પાડ્યા હતા. એ સી બી પી.આઈ વી.આર.વસાવા એ  આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: