નડીઆદ ખાતે વૈવાહિક વિવાદોનાં નિરાકરણ માટે કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલત શરૂ કરાઈ

નરેશ ગનવાણી નડિયાદ

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં મુખ્ય સંરક્ષક અને મુખ્ય ન્યાયમૂર્તિ  સુનીતા અગ્રવાલ તથા એક્ઝીક્યુટીવ ચેરમેન બિરેન એ. વૈષ્ણવ દ્વારા મંજુર કરાયેલ વૈવાહિક વિવાદોનાં નિરાકરણ માટે કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતની પ્રણાલી ગુજરાત રાજ્યમાં આવેલ તમામ જિલ્લા મુખ્ય મથકે આવેલ કોર્ટોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્થાપિત કરવામાં આવેલ છે, જેમાં ખેડા જિલ્લાનાં મુખ્ય મથક નડીઆદ ખાતે આવેલ જિલ્લા ન્યાયાલય ખાતે પણ આ સુવિધા સ્થાપિત કરવામાં આવેલ છે. આ તમામ જિલ્લા મુખ્ય મથકે સ્થાપિત કરવામાં આવેલ વૈવાહિક વિવાદોનાં નિરાકરણ માટે કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતની સુવિધાનો શુભારંભ આજ રોજ તા.૧૯ એપ્રિલ ૨૦૨૪ શુક્રવારનાં રોજ ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ  સુનીતા અગ્રવાલનાં વરદ હસ્તે ઓનલાઈન કરવામાં આવેલ છે, જિલ્લા ન્યાયાલય, નડીઆદ ખાતે આ સુવિધાનો ઓનલાઈન શુભારંભ કાર્યક્રમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ અંજારીઆ સહિત તમામ ન્યાયાધીશ ઓ, જિલ્લા સરકારી વકીલ, નડીઆદ બાર એસોસિયેશનનાં પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો, કર્મચારીગણ સહિત પક્ષકારોએ ઉપસ્થિતિમાં યોજાયો. આ વૈવાહિક વિવાદોનાં નિરાકરણ માટે કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતની પ્રણાલી શરૂ થવાથી વૈવાહિક જીવનને લગતાં વિવાદો જેવા કે ભરણપોષણ કેસો, વૈવાહિક ઝઘડાનાં કેસો, ઘરેલું હિંસાનાં કેસો તથા છૂટાછેડા સહિતનાં વૈવાહિક જીવનને લગતાં કેસો કોર્ટમાં દાખલ કરતાં પહેલા આ વૈવાહિક વિવાદોનાં નિરાકરણ માટેની કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં મુકવામાં આવશે અને મધ્યસ્થીકરણ દ્વારા આ વિવાદોનો સુખદ અને સમાધાનકારી નિરાકરણ લાવવાં માટે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવશે, આ સુવિધા અને કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ કુટુંબપ્રથાને મજબુત બનાવવાનો, સુખમય જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો તથા તમામ પ્રકારના વૈવાહિક વિવાદોનો ઉદભવતાંની સાથે જ નિરાકરણ લાવવાનો છે, આ પ્રક્રિયામાં વૈવાહિક વિવાદોનાં નિરાકરણમાં પારંગત હોય તેવા મધ્યસ્થીઓની સેવાઓ આપવામાં આવશે તથા આ સંપૂર્ણ પ્રક્રિયા ગોપનીય/ગુપ્ત, નિષ્પક્ષ, બિનખર્ચાળ અને ઝડપી પૂર્ણ કરવામાં આવશે, જેથી સમાજનાં કોઈપણ કુટુંબનાં સભ્યો કોઈપણ પ્રકારનાં મતભેદ, વિવાદ, પડકારો, તણાવ કે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તો તેઓના આ વિવાદોનાં સરળ, ઝડપી અને બિનખર્ચાળ નિરાકરણ માટે જિલ્લા ન્યાયાલય, નડીઆદ ખાતે આજથી શરૂ કરાયેલ વૈવાહિક વિવાદોનાં નિરાકરણ માટે કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં પોતાની રજૂઆત મૂકી પોતાનાં વિવાદનો સુખદ અને સમાધાનકારી નિકાલ લાવવા લાભ લેવા માટે અપીલ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: