ગરબાડાના ધોળીદાંતી ગામે મોટરસાઈકલની અડફેટે ૩૦ વર્ષિય આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ધોળીદાંતી ગામે એક મોટરસાઈકલના ચાલકે એક ૩૦ વર્ષિય રાહદારીને અડફેટમાં લેતાં રાહદારીનું શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
દાહોદના વરમખેડા ગામે નિશાળ ફળિયામાં રહેતો જીગરભાઈ બલસીંગભાઈ બારીયા ગત તા.૪ એપ્રિલના રોજ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ગરબાડાના ધોળીદાંતી ગામે ચાકલીયા કોતર પાસેથી પસાર થતાં હાઈવે રોડ પરથી પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી ચાલતાં પસાર થઈ રહેલા ૩૦ વર્ષિય શૈલેષભાઈ માવજીભાઈ મોહનીયા (રહે.નઢેલાવ, બુરવા ફળિયા, તા.ગરબાડા, જિ.દાહોદ)ને અડફેટમાં લેતાં શૈલેષભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવાતાં જ્યાં સારવાર દરમ્યાન શૈલેષભાઈનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે માવજીભાઈ હીરાભાઈ મોહનીયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.