ફતેપુરા તાલુકાના મુખ્ય મથક કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ ઉપર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં બંધ તારીખ 27 એપ્રિલ ના રોજ ફતેપુરા બંધનું એલાન.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
બંધ બંધ બંધ. ફતેપુરા બંધ
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ ઉપર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં બંધ તારીખ 27 એપ્રિલ 2025 ના રોજ ફતેપુરા બંધનું એલાનસનાતન હિન્દુ રક્ષક સમિતિ ફતેપુરા દ્વારા
જમ્મુ કાશ્મીરમાં પહલગામ સ્થિત બેસરન ખિણમાં થયેલ આતંકી હુમલામાં 28 પર્યટકોની કૃરતા પૂર્વક હત્યાથી ગુજરાત સહિત દેશમાં ગુસ્સો અને માતમ છવાયો છે.આ બરબર અને કાયર કૃત્યનો યોગ્ય જવાબ આપવા દેશની જનતાની માંગ ઉઠી રહી છે. આ જનધ્ય કૃત્યને વખોડી કાઢવા માટે ફતેપુરા બંધનું એલાન આપવામાં આવેલ છે. તારીખ 27/4/2025 ના રોજ ફતેપુરા ગામ બંધનું એલાન આપવામાં આવેલ છે. કાશ્મીરના પહલગામમાં હિન્દુઓ ઉપર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં રવિવારના રોજ સનાતન હિન્દુ હિત રક્ષક સમિતિ ફતેપુરા બંધનું એલાન આપવામાં આવ્યું છે.જેમાં સવારના 10:00 કલાકે ફતેપુરાના રામજી મંદિરથી વિશાલ હિન્દુ આક્રોશ રેલી સવારે 11:00 કલાકે 28 હુતાત્માઓને આત્માને શાંતિ માટે 28 હનુમાન ચાલીસા ના અખંડ પાઠ તથા સાંજે 7:00 કલાકે કામેશ્વર મહાદેવ મંદિર ના ચોકમાં આતંકવાદી હુમલાનો ભોગ બની મોતને ભેટેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના સભ્યો હાજર રહેનાર હોવાનું ફતેપુરા સનાતન હિન્દુ હિત રક્ષક સમિતિના સભ્યો દ્વારા જાણવા મળે છે.

Awesome https://lc.cx/xjXBQT