ગુજરાત રાજ્ય મેહસૂલી કર્મચારી મહામંડળ એ જાહેર કરેલ કાર્યક્રમના ભાગ રૂપે દાહોદ જિલ્લામાં વર્ગ ત્રણ ના મેહસૂલી કર્મચારીઓ તેમની પડતર માંગણીઓ ને લઇ મામલતદાર, પ્રાંત, કલેકટર ઓફિસ ના કર્મીઓ ઉતાર્યા માસ સી. એલ ઉપર મહેસુલ વીભાગની ઓફિસોમાં ખુરસીઓ ખાલી લોકો ને પડી ભારે હાલાકી

દાહોદ તા.૩૦

વર્ગ ત્રણ ના મેહશુલી કર્મચારીઓ મહેસુલી એકતા, ઝીંદાબાદ ઝીંદાબાદના નારા લગાવ્યા હતા અને તેમનું કહેવું છે કે
મહેસુલી કર્મચારીઓનું શોષણ બંધ કરો અને
ફીડબેકના આધારે જિલ્લા બદલી પણ બંધ કરો
તથા નાયબ મામલતદાર સંવર્ગની પ્રવરતાયાદી સત્વરે તૈયાર કરો તેમજ નાયબ મામલતદાર સંવર્ગની ખાલી પડેલી જગ્યાઓ પ્રમોશન આપી અને ભરવામાં આવે અને જિલ્લા ફેર થતી બદલી માટે પારદર્શક સીસ્ટમ દાખલ કરવામાં આવે અને LRQ/HRQ પરીક્ષાનું આયોજન કરવામાં આવે સાથે સાથે પ્રિ સર્વિસ પરીક્ષાનું રીઝલ્ટ તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે
અને સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીઓને કાયમી મુસાફરી ભથ્થું આપવામાં આવે
તથા રેવન્યુ તલાટીઓને નવીન જોબચાર્ટ આપવામાં આવે આવી તમામ માંગણીઓ ને લઇ ને આજે દાહોદ વર્ગ ત્રણના મેહસૂલી અધિકારીઓ માસ સી. એલ ઉપર ઉતાર્યા હતા અને જેના કારણે દાહોદ રેવેન્યુ દફ્તારોમાં ખુરશીઓ ખાલી રહેતા લોકોને ગરમીમાં ખોટ્ટા ધક્કા ખાવા પાડ્યા હતા તેમની રજુઆત છે કે સરકાર તેમની માંગણીઓને સ્વીકારી તેમની સાથે ન્યાય કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!