કેન્દ્રીય ખેલ અને યુવા કાર્યક્રમ મંત્રીશ્રીએ “ફીટ ઇન્ડિયા યુથ ક્લબ કાર્યક્રમ” નો ડિઝિટલ માધ્યમથી કર્યો શુભારંભ

દાહોદ જિલ્લાના યુવાનો પણ જોડાયા
દાહોદ, તા. ૧૯ : કેન્દ્રીય ખેલ અને યુવા કાર્યક્રમ મંત્રી શ્રી કીરેન રીજુજુ દ્વારા તા. ૧૫ ઓગસ્ટ ના રોજ સંપૂર્ણ ભારતમાં ફીટ ઇન્ડિયા મૂવમેંટના ભાગ રૂપે ‘ફીટ ઇન્ડિયા યુથ ક્લબ’ કાર્યક્રમનો શુભારંભ વેબ કાસ્ટ ઉપર કરવામાં આવ્યો. કાર્યક્રમ જોવા માટે નેહરુ યુવા કેન્દ્ર દાહોદે આયોજન કર્યું હતું. જેમાં નેહરુ યુવા કેન્દ્ર, એન.એસ.એસ. અને એન.સી.સી. ના યુવાનો પણ જોડાયા હતા.
કાર્યક્રમનો મુખ્ય હેતુ પોતાના આરોગ્યની કાળજી રાખવા માટે ગામેગામ ફીટ ઇન્ડિયા યુથ ક્લબ ગોઠવવામાં આવે. જે લોકોને તેમના આરોગ્ય માટે પ્રેરણા આપે અને ફીટ ઇન્ડિયાને લગતી પ્રવૃતિઓને વેગ આપે તે માટે કેન્દ્રીય મંત્રીશ્રીએ યુવાનો પોતાના જિલ્લામાં ફીટ ઇન્ડીયા મુવમેન્ટ શરૂ કરવા આહ્વાન કર્યું હતું. સાથે કાર્યક્રમમાં જોડાયેલ તમામ યુવાનોને દાહોદ જિલ્લામાં પણ આ ઝુંબેશ પુરજોશમાં ગામેગામ ચલાવવા જીલ્લા યુવા અધિકારીશ્રી અજીત જૈને જણાવ્યું હતું.
#Sindhuuday Dahod

One thought on “કેન્દ્રીય ખેલ અને યુવા કાર્યક્રમ મંત્રીશ્રીએ “ફીટ ઇન્ડિયા યુથ ક્લબ કાર્યક્રમ” નો ડિઝિટલ માધ્યમથી કર્યો શુભારંભ

  • March 24, 2026 at 1:27 pm
    Permalink

    slot365 tải app được khai sinh vào đầu năm 2020, giữa thời điểm ngành giải trí trực tuyến đang có những bước chuyển mình mạnh mẽ. Với trụ sở đặt tại Manila, Philippines, nhà cái hoạt động dưới sự giám sát và cấp phép bởi PAGCOR – Tập đoàn quản lý và điều tiết trò chơi có uy tín hàng đầu châu Á. TONY03-23O

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!