દાહોદ શહેરમાં ઘર આંગણે લોક મારેલ મોટરસાઈકલની ઉઠાંતરી
દાહોદ તા.૨૯
દાહોદ શહેરના ડબગરવાસ વિસ્તારમાંથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલ ચોરી થઈ હોવાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે માળ ફળિયામાં રહેતાં અર્જુસિંહ ગમીરભાઈ ભાભોર ગત તા.૨૩મી જુનના રોજ દાહોદ શહેરના ડબગરવાસ વિસ્તારમાં પોતાની મોટરસાઈકલ લઈ આવ્યાં હતાં અને પોતાની મોટરસાઈકલ દાહોદ શહેરના ડબગરવાસ વિસ્તારમાં લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમો પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે અર્જુનસિંહ ગમીરભાઈ ભાભોરે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.