દાહોદ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા તમામ ડેમોમાં નવા નીર આવ્યા : કાલી-2 ડેમ છલકાયો: જિલ્લામાં સરેરાશ 7.20 ઇંચ વરસાદ થયો : ખેતીલાયક વરસાદ થતા ખેડૂતો ખેતી કામમાં જોતરાયા

દાહોદ તા.૨૯

દાહોદ જિલ્લામાં ચોમાસાની સારી શરૂઆત થઈ છે. જિલ્લામાં નવ તાલુકામાં સરેરાશ 7.20 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ દાહોદમાં 12 ઇંચ અને સૌથી ઓછો વરસાદ દેવગઢ બારિયામાં 4.5 ઇંચ નોંધાયો છે. ગત મંગળવારે દાહોદમાં પાંચ કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર શહેર જળબંબાકાર બન્યું હતું. આમ જોવા જઈએ તો આ સીઝનમાં અત્યાર સુધીમાં જિલ્લાના ફતેપુરામાં 240 મીમી, ઝાલોદમાં 138 મીમી, લીમખેડામાં 195 મીમી, દાહોદમાં 317 મીમી, ગરબાડામાં 189 મીમી, દેવગઢ બારિયામાં 141 મીમી, ધાનપુરમાં 185 મીમી, સંજેલીમાં 152 મીમી અને સીંગવડમાં 195 મીમી વરસાદ થયાના અહેવાલ છે. ‌. ઝાલોદ તાલુકામાં 138 મીમી(સાડા પાંચ ઇંચ) વરસાદ થવાને કારણે કાલી-2 ડેમ છલકાયો છે ડેમની 257 મીટરની ક્ષમતા સામે હાલ 257.05 મીટર પાણી ભરાયું છે. તંત્ર એ આસપાસના નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લાની નદીઓમાં નવા નીર ની આવક થઈ છે. અને આઠ ડેમના જળસ્તરમાં વધારો નોંધાયો છે. દાહોદ શહેર શહીદ જિલ્લામાં શરૂઆતમાં જ સારો વરસાદ થતાં ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે. જ્યારે જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!