ફતેપુરા ગ્રામ પંચાયતમાં મનોજ કલા ડે સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા


ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તા.૧૮
ફતેપુરા ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પ્રવીણભાઈ શંકરભાઈ પંચાલ વિજેતા થયા હતા 17 જુલાઈ ને ગુરુવારે 11 કલાકે ફતેપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત ના વિસ્તરણ અધિકારી વાય બી ડામોર ની અધ્યક્ષતામાં અને ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાકેશભાઈ ચરપોટ તથા સરપંચ પ્રવીણભાઈ પંચાલ તેમ જ દરેક વોર્ડના સભ્યોની હાજરીમાં ફતેપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મનોજભાઈ નરેશભાઈ કલાલ ફતેપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાય આવ્યા હતા. જેને લઇ ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ સભ્ય સહિત ગ્રામજનોએ બિનહરીબ ચૂંટાયેલા ડેપ્યુટી સરપંચ મનોજભાઈ કલાલને ફુલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી વધાવી લીધા હતા ઉલ્લેખનીય છે કે મનોજભાઈ કલાલ અગાઉ પણ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે પદ ભાર સંભાળી ચૂક્યા છે ત્યારે ફરીના પાંચ વર્ષ માટે પણ તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે ત્યારે તેઓ પ્રજાના વિશ્વાસ ઉપર ખરા ઉતરે કે કેમ તે જોવાનું રહ્યું


Become our affiliate—tap into unlimited earning potential! https://shorturl.fm/RCu3E
Get started instantly—earn on every referral you make! https://shorturl.fm/pD7kQ
Boost your income—enroll in our affiliate program today! https://shorturl.fm/JIRe7
https://shorturl.fm/Gw78a