નડિયાદ ઝૂલેલાલ મંદિર રાધા સિંધુ ભવન ખાતે આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પ
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ જવાહર નગરમા આવેલા ઝૂલેલાલ મંદિર, રાધા સિંધુ ભવન ખાતે આવતીકાલે, શુક્રવાર, તારીખ ૨૨/૮/૨૦૨૫ ના રોજ સવારે ૯:૩૦ થી ૧ કલાક દરમિયાન સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે. આ કેમ્પમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, જૂની ખાંસી-ઉધરસ, લોહ તત્વની ઉણપ, અને આંખોને લગતી બીમારીઓ સહિતની તમામ જૂની બીમારીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત, કેમ્પમાં નીચે મુજબની સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. NCD કેમ્પ (બિનચેપી રોગો) ટી.બી. સર્વે અને નિદાન,પી.એમ. જે.વાય. કાર્ડ (આયુષ્માન ભારત કાર્ડ) સંબંધિત માર્ગદર્શન,ઓ.પી.ડી. સેવા,બાળકોના રોગોના નિષ્ણાત (Pediatrician),ચામડીના રોગોના નિષ્ણાત (Skin Specialist) ફિઝિશિયન (Physician)
તમામ ઉંમરના લોકો આ આરોગ્ય સેવાઓનો લાભ લેવા માટે નિમંત્રિત છે. આ કેમ્પનો ઉદ્દેશ્ય લોકોને તેમના ઘરની નજીક જ નિઃશુલ્ક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે.

Mimaroba su kaçak tespiti Evde Güvende Hissettik: Çalışanlar oldukça güven vericiydi. Evde rahatlıkla çalıştılar. https://www.aaccoaching.uk/read-blog/10705