દાહોદ જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા સુશ્રી સુરભી ગૌતમ (IAS)

રિપોર્ટર – નીલુ ડોડીયાર

રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી અને નિમણૂંક સંદર્ભે જાહેર કરાયેલા તાજેતરના હુકમ મુજબ દાહોદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે સુશ્રી સુરભી ગૌતમ (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓશ્રીએ આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટર તરીકેનો વિધિવત્ત ચાર્જ સંભાળ્યો છે.સુશ્રી સુરભી ગૌતમ અગાઉ વડોદરા નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.વહીવટી ક્ષેત્રેનો તેમનો અનુભવ અને શહેરી વિકાસ ક્ષેત્રેનું કાર્ય નોંધપાત્ર રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હવે તેમને દાહોદ જિલ્લાના કલેક્ટર તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.દાહોદ જિલ્લો મહત્વકાંક્ષી જિલ્લો હોવાથી બહુલ આદિવાસી અને વિકાસલક્ષી યોજનાઓ માટે અગત્યનો જિલ્લો ગણાય છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ નવા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમનું સ્વાગત કર્યું હતું. સુશ્રી સુરભી ગૌતમના નેતૃત્વ હેઠળ જિલ્લામાં સુશાસન, જનસેવા અને વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!