દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે રાહદારીને મોટરસાઈકલ ચાલકે અડફેટમાં લેતાં મોત
દાહોદ તા.૨૧
દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે રોડ ઉપર એક વ્યક્તિ ઘરેથી નીકળી ઘંટીએ લોટ દળાવવા ચાલતો રસ્તેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી વ્યક્તિને એડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓને પગલે સારવાર દરમ્યાન વ્યક્તિનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
બામરોલી ગામે ખોબ ફળિયામાં રહેતા મંગાભાઈ સોમાભાઈ નાયક ગત તા.૧૯મી જાન્યુઆરીના રોજ ઘરેથી ચાલતાં નજીકમાં આવેલ ઘંટીએ લોટ દળાવવા જતાં હતાં. આ દરમ્યાન એખ મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આ મંગાભાઈને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી મોટરસાઈકલનો ચાલક નાસી જતાં મંગાભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં પરિવારજનો દ્વારા તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા પરંતુ સારવાર દરમ્યાન મંગાભાઈનું મોત નીપજતાં આ સંબંધે મંગાભાઈને પુત્ર રમેશભાઈ મંગાભાઈ નાયકે આ સંબંધે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મોટરસાઈકલ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
#SIndhuuday Dahod