ગરબાડા નગરમાંથી ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ કરી બળાત્કાર ગુજારતો યુવક

દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાંથી એક ૧૯ વર્ષીય યુવતીનું દાહોદ તાલુકાના જેકોટ ગામે રહેતો યુવક અપહરણ કરી લઈ નાસી જઈ યુવતીને મધ્યપ્રદેશના એક ગામમાં મકાનમાં ગોંધી રાખ્યાં બાદ અવાર નવાર આ યુવતી ઉપર યુવકે બળાત્કાર ગુજાર્યાની યુવતીએ ગરબાડા પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.
દાહોદ તાલુકાના જેકોટ ગામે આશ્રમ ફળિયામાં રહેતો જયદિપભાઈ ગોપાલભાઈ ગોહિલે ગત તા.૧૦મી ડિસેમ્બરના રોજ ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૯ વર્ષીય યુવતીના ઘર તરફ આવ્યો હતો અને યુવતીને મોબાઈલ ફોન ઉપર કોલ કરી ઘરની બહાર બોલાવી હતી. ઘરની બહાર યુવતીને બોલાવી બળજબરીપુર્વક તેનો હાથ પકડી મારી નાંખવાની ધમકી આપી તેનું અપહરણ કરી લઈ મધ્યપ્રદેશના રોટલાગોળા ગામે લઈ ગયો હતો અને જ્યાં આ યુવતીને ગોંધી રાખી અવાર નવરા તેણીની મરજી વિરૂધ્ધ જયદિપભાઈએ બળાત્કાર ગુજારતાં આખરે જયદિપભાઈના ચંગુલુમાંથી છુટી યુવતી પોતાના ઘરે આવી સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારને જણાવતાં પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને યુવતીને લઈ પરિવારજનો ગરબાડા પોલીસ મથકે આવ્યાં હતાં. આ સંબધે અપહરણ અને બળાત્કારનો ભોગ બનેલ ૧૯ વર્ષીય યુવતીએ યુવક જયદિપભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: