દેવગઢ બારીઆના મોતીપુરા ગામે છકડાના ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલ બે જણાને અડફેટમાં લેતાં એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું

દાહોદ તા.૦૯
દેવગઢ બારીઆ તાલુકાના મોતીપુરા ગામે રસ્તાની સાઈડમાં મોટરસાઈકલ લઈ ઉભેલા બે જણાને માતેલા સાંઢની માફદ ઘસી આવેલ એક છકડાએ આ મોટરસાઈકલ સવારોને અડફેટમાં લેતાં બે પૈકી એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું જ્યારે એક ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત તા.૨૮મી ફેબ્રુઆરીના રોજ દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામે જુના ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ બોડાભાઈ રાઠવા તથા જયંતિભાઈ અભેસીંગભાઈ રાઠવા આ બંન્ને જણા મોતીપુરા ગામે છોટાઉદેપુર હાઈવે પર રસ્તાની સાઈડમાં મોટરસાઈકલ ઉભી રાખી ઉભા હતાં. આ દરમ્યાન ત્યાંથી એક છકડો પુરઝડપે અને ગફલત રીતે હંકારી પસાર થતા આ રસ્તાની સાઈડમાં ઉભેલ લક્ષ્મણભાઈ અને જયંતિભાઈને અડફેટમાં લેતાં બંન્નેની નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાર જયંતિભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જ્યારે લક્ષ્મણભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સંબંધે ઈજાગ્રસ્ત લક્ષ્મણભાઈ બોડાભાઈ રાઠવાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: