દેવગઢ બારીઆ તાલુકાના કોળીના પુવાળા ગામેથી એક ખેતરમાંથી ૧૧ ફુટ લાંબા અજગરને પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ દ્વારા રેશ્ક્યું કરાયો
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કોળીના પુવાડા ગામે એક ખેતરમાંથી 11 ફૂટ લાંબો અજગર પકડાયો છે. આ અજગરને દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના કાર્યાલયમા સુરક્ષિત રીતે રાખવામા આવ્યો છે.
દાહોદ જિલ્લામા મહત્તમ વન વિસ્તાર દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકાના છે.અહી વન્ય પ્રાણીઑ પણ નોંધપાત્ર સંખ્યા મા વસે છે.જિલ્લામા સરીસૃપો પણ મોટી સંખ્યામા જોવા મળે છે.જેમા અજગરનો પણ સમાવેશ થાય છે.જિલ્લામા છેલ્લા બે વર્ષમા 20 જેટલા અજગરને રેસ્ક્યુ કરાયા છે.તારે દેવગઢ બારિયા તાલુકાના કોળીના પુવાડા ગામે વિનોદભાઈ બારિયાના ખેતરમાં અજગર જોવાતો હોવાની માહિતી મળતા જ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના સર્પવિદ્દો કલ્કી પરમાર, કૌશિક રાઠોડ, રોહન પરદેશી, અર્જુન પટેલ, આર્યન ખરેડ, ચિરાગ તલાટી તથા શાહિદ શેખની ટીમ દ્વારા સ્થળ પર જ જઈને તેને પકડી લેવાયો હતો. રેસ્ક્યુ કરાયેલા આવા મસમોટા અજગરને જોવા માટે ગ્રામજનોના ટોળાઓ ઉમટયા હતા. આશરે 11 ફૂટ લંબાઈ અને 16 કિલો વજન ધરાવતા આ અજગર (ઇન્ડિયન પાયથોન)ને હાલમાં દાહોદના અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે રાખવામાં આવ્યો છે. જેને દાહોદ સ્થિત વન વિભાગની કચેરીએ સોંપીને પંચકેસ કરાવ્યા બાદ વનવિભાગની મદદથી રતનમહાલના જંગલોમાં છોડી મુકવામાં આવશે.ઉલલેખનિય છે કે અત્યાર સુધીમા બચાવાયેલા પૈકી આ મોટા કદનો અજગર છે.મોટે ભાગે 6 થી 8 ફૂટના અજગર મળી આવતા હોવાનુ પ્રકૃતિ મિત્ર મંડળના પ્રમુખે જણાવ્યુ છે.આમ તો અજગરો શિયાળાના સમયમા વઘુ જોવા મળે છે.