દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામેથી ૦૩ યુવકોના મૃતદેહો મળી આવતાં ચકચાર મચી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે કાપડી વિસ્તારમાં રહેતા 3 યુવકોના રોડની સાઈડમાં આવેલ ખેતરમાંથી મૃતદેહો મળી આવતા પંથક સહિત જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. ઘટના સ્થળ પરથી બાઈક પણ મળી આવી છે ત્યારે આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો દ્વારા યુવકોની હત્યા કરાઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસે પ્રથમ તબક્કે અકસ્માતનો ગુનો નોંધી નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તપાસનો ધમધમાટ પ્રારંભ કર્યો છે.

દેવગઢ બારિયા તાલુકાના કાપડી વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજના ત્રણ યુવકો જેમાં 

(1) યુસુફશુબ અયુબ કમાલ શુક્લા (કાપડી,ફાટક ફળિયા, ઉંમર 21), (2) અકબર સતાર પટેલ (પટેલ ફળિયુ, ઉંમર 25) અને (3) સમીર યાકુબ જેથરા (ઉંમર 21,પીંજારા ફળિયુ. આ ત્રણેય યુવકોના મૃતદેહ દેવગઢ બારિયા તાલુકાના ડાંગરીયા ગામે એક ઝાડની નીચેથી નજીકમાંથી મળી આવ્યાં છે. આ ઘટના અંદાજે રોજ મોડી રાત્રીના સમયે બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વહેલી સવારના આ નજારાને પગલે પરિવારજનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. મૃતકોના પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે ઘટનાની જાણ નજીકની પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યો હતો. ત્રણેય મૃતકોનો કબજાે લઈ પોલીસે નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને રવાના કરી દેવામાં આવ્યાં છે ત્યારે બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપો પ્રતિ આક્ષેપો નો દોર ચાલ્યો હતો અને પરિવારજનો દેવગઢ બારીયા પોલીસ મથકે પણ પહોંચી ગયા હતા અને જ્યાં યુવકની હત્યા કરાઇ હોવાની પોલીસ સમક્ષ રજૂઆત પણ કરી હતી અને હત્યાનો ગુનો દાખલ કરવા પોલીસને અનુરોધ કર્યો હતો પરંતુ પ્રથમ તબક્કે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરવાની તજવીજ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યા અનુસાર, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ દાહોદ જિલ્લાની અન્ય પોલીસ પણ દેવગઢ બારીયા પોલીસ મથકે રવાના થઈ ગઈ છે. હાલ આ ઘટનાને પગલે અનેક શંકા, કુશંકાઓ પણ વહેતી થવા માંડી છે. આ યુવકોની આત્મહત્યા કે પછી હત્યા કરવામાં આવી હશે કે, પછી કોઈ અકસ્માત નડ્યો હશે? જેવા અનેક સવાલો હાલ ગ્રામજનોમાં ઉદ્‌ભવવા પામ્યાં છે. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તલસ્પર્શી તપાસનો આરંભ કર્યાેં છે. પોલીસે મૃતકના મૃતદેહને નજીકના દવાખાને પોસ્ટ મોર્ટમ માટે રવાના કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: