દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના વાંદર ગામેથી પોલીસે રૂા.૨.૪૧ લાખનો પ્રોહી જથ્થો કબજે કર્યાેં : બે જણા ફરાર

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લા દેવગઢ બારીઆ તાલુકાના વાંદર ગામે બે ઈસમોએ એકબીજાના મેળાપીપણામાં વિદેશી દારૂનો ધંધો કરતાં હોવાની પોલીસને મળેલ બાતમીના આધારે તેઓના આશ્રિત સ્થાને ઓચિંતી પ્રોહી રેડ કરતાં પોલીસને જાેઈ બંન્ને જણા નાસી જવામાં સફળ રહ્યાં હતાં ત્યારે પોલીસે તેઓના આશ્રિત સ્થાનેથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.૨,૪૧,૯૨૦નો પ્રોહી જથ્થો કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૨મી સપ્ટેમ્બરના રોજ વિજયભાઈ શનાભાઈ પટેલ (રહે. અંતેલા, માળુ ફળિયું, તા.દેવગઢ બારીઆ) અને નટિઊાઈ મથુરભાઈ બારીયા (રહે. વાંદર, તા. દેવગઢ બારીઆ) આ બંન્ને જણા વાંદર ગામે પોતાની વિસ્તારમાં વિદેશી દારૂનો ધંધો કરતાં હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ઓચિંતી પ્રોહી રેડ કરતાં ઉપરોક્ત બંન્ને જણા નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે સ્થળ પર તપાસ દરમ્યાન વિદેશી દારૂ થતા બીયરની કુલ બોટલો નંગ. ૩૨૪૦ કિંમત રૂા.૨,૪૧,૯૨૦નો પ્રોહી જથ્થો કબજે લઈ દેવગઢ બારીઆ પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: