દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામે ત્રણ જેટલા ઈસમોએ સરકારની વીમા યોજના અંતર્ગત ગ્રામજનો સાથેના નાણાંની છેતરપીંડી કરી

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના દુધીયા ગામે ત્રણ જેટલા ઈસમોએ એકબીજાના મેળાપીપણામાં ઓગોતરૂં કાવતરૂં રચી ગામમાં રહેતાં લોકોને સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંગે ખોટી સમજ આપી લોકોને વિશ્વાસમાં લઈ કુલ ૧૦ સભ્યો પાસેથી રૂા. ૩૩,૦૦ ઉઘરાવી લઈ છેતરપીંડી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.,

મનીષભાઈ જવાનભાઈ ઠાકોર (રહે. ઓથવાડ, ટેકરી ફળિયા, તા. બાલાશીનોર, જિ.મહીસાગર), વિજયસિંહ સુરેશભાઈ ઠાકોર (રહે. કંબોપા, ડોસલીયા ફળિયા, તા. બાલાસીનોર, જી. મહીસાગર) અને મહેશભાઈ હિરાભાઈ ઠાકોર (રહે. કસલાલ, બેડી ફળિયા, તા. લુણાવાડા, જિ. મહીસાગર) આ ત્રણેય જણાએ એકબીજાના મેળાપીપણામાં આગોતરૂં કાવતરૂં રચી દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના દુધીયા ગામે નદી ફળિયામાં લોકો પાસે ગયાં હતાં અને ત્યાં જઈ સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંગે  ગ્રામજનોને ખોટી સમજ આપી વિશ્વાસમાં લઈ પોતાના ફાયદા માટે કુલ ૧૦ સભ્યો પાસેથી કુલ રૂા. ૩૩,૦૦ની ઉઘરાણી કરી છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરતાં આ સંબંધે દુધિયા ગામે નદી ફળિયામાં રહેતાં કેશરસિંહ મનાભાઈ નાયકે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના દુધીયા ગામે ત્રણ જેટલા ઈસમોએ એકબીજાના મેળાપીપણામાં ઓગોતરૂં કાવતરૂં રચી ગામમાં રહેતાં લોકોને સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંગે ખોટી સમજ આપી લોકોને વિશ્વાસમાં લઈ કુલ ૧૦ સભ્યો પાસેથી રૂા.૩૩,૦૦ ઉઘરાવી લઈ છેતરપીંડી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

મનીષભાઈ જવાનભાઈ ઠાકોર (રહે. ઓથવાડ, ટેકરી ફળિયા, તા. બાલાશીનોર, જિ.મહીસાગર), વિજયસિંહ સુરેશભાઈ ઠાકોર (રહે. કંબોપા, ડોસલીયા ફળિયા, તા. બાલાસીનોર, જી. મહીસાગર) અને મહેશભાઈ હિરાભાઈ ઠાકોર (રહે. કસલાલ, બેડી ફળિયા, તા. લુણાવાડા, જિ. મહીસાગર) આ ત્રણેય જણાએ એકબીજાના મેળાપીપણામાં આગોતરૂં કાવતરૂં રચી દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના દુધીયા ગામે નદી ફળિયામાં લોકો પાસે ગયાં હતાં અને ત્યાં જઈ સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંગે  ગ્રામજનોને ખોટી સમજ આપી વિશ્વાસમાં લઈ પોતાના ફાયદા માટે કુલ ૧૦ સભ્યો પાસેથી કુલ રૂા. ૩૩,૦૦ની ઉઘરાણી કરી છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરતાં આ સંબંધે દુધિયા ગામે નદી ફળિયામાં રહેતાં કેશરસિંહ મનાભાઈ નાયકે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!