દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં એક ૧૭ વર્ષીય સગીરા ઉપર યુવકે દુષ્કર્મ આચર્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં એક ૧૭ વર્ષીરા ઉપર એક યુવકે દુષ્કર્મ આચર્યાં બાદ આ મામલે દુષ્કર્મનો ભાગે બનેલ સગીરાના પિતાએ યુવક સહિત તેના પરિવારજનો સાથે આ મામલે વાતચીત કરતાં યુવક તેમજ તેના પરિવારજનો દ્વાર સગીરાને અને તેના પરિવારજનોને બેફામ ગાળો બોલી મારી નાંખવાની ધમકી આપી છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.

દેવગઢ બારીઆ તાલુકાના કોયડા ગામે રહેતો રાહુલભાઈ રમેશભાઈ પટેલે દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાનો હાથ પકડી, મારી નાંખવાની ધમકી આપી નજીકના જંગલ વિસ્તાર તરફ લઈ ગયો હતો જ્યાં સગીરાની મરજી વિરૂધ્ધ રાહુલભાઈએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાના પરિવાજનો દ્વારા યુવક અને તેના પરિવારજનો સાથે વાતચીત કરવા જતાં રાહુલભાઈ રમેશભાઈ પટેલ, પર્વતભાઈ દાજીભાઈ નાયક,  ગંગાબેન પર્વતભાઈ નાયક, ધનીબેન દાજીભાઈ નાયકનાઓએ સગીરાના પરિવારજનોને બેફામ ગાળો બોલી, છુટ્ટા પથ્થરો અને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે દુષ્કર્મનો ભાગે બનેલ સગીરા દ્વારા ઉપરોક્ત યુવક અને તેના પરિવારજનો વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: