દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોનો વણઝાર : દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોના ત્રણ બનાવોમાં ચારના મોત નીપજ્યાં : બે ઘાયલ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૮
દાહોદ જિલ્લામાં તહેવાર કારણે ત્રણ જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ બનાવોમાં ચાર જણાના મોત નિપજતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો જ્યારે ૨ થી વધુ જેટલા વ્યક્તિઓને ઇજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે થયાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના ભાવપુરા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ ૫મી નવેમ્બર ના રોજ ગામડી પૂર્વ ગામે રહેતા રાજુભાઈ તેરસીંગભાઈ ડામોર તથા તેમની સાથે લાલસિંગભાઈ ડામોર કેમ બંને જણા એક મોટરસાયકલ પર સવાર થઈ ભાવપુરા ગામેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રાજુભાઈ ની મોટર સાયકલને ટક્કર મારતાં રાજુભાઈ અને લાલસિંગભાઈ બંને મોટરસાઇકલ પરથી જમીન પર ફંગોળાયા હતા જેને પગલે રાજુભાઈને કરીએ તેમ જ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું જ્યારે લાલસીંગભાઈને શરીરે ઈજાઓ થવા પામી હતી. આ સંબંધે ગામડી પૂર્વ ગામે રહેતા કલ્પેશભાઈ તેરસીંગભાઈ ડામોરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના મુણધા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૪મી નવેમ્બરના રોજ મુણધા ગામે રહેતાં ઈતેશભાઈ ઉર્ફે હિતેશભાઈ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ મુણધા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઈતેશભાઈ ઉર્ફે હિતેશભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં ઈતેશભાઈ મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાતા તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી જેને પગલે તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન ઈતેશભાઈનું મોત નીપજતાં આ સંબંધે મુણધા ગામે રહેતાં ભલાભાઈ કાળીયાભાઈ ચારેલ દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદના લીમખેડામાં બે બાઈક સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકોના મોત નીપજયા છે. જ્યારે અન્ય ચારને ઇજા પહોંચી છે જેથી તેઓેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યાં છે.
દાહોદ જિલ્લામા આ દિવાળી એકંદરે શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થઈ છે. ગામડાંઓમા પણ કોઈ મોટી તકરાર કે હિંસક અથડામણો થઈ નથી. પરંતુ નાના-મોટા અકસ્માતો થયા હોવાની જાણકારી મળી છે. ત્યારે લીમખેડામા ગત રાત્રે ગંભીર અકસ્માત થયો હતો.
લીમખેડામાં પ્રવેશદ્વાર પાસે રાત્રિના સમયે બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ બે યુવકોના મોત નીપજયા છે. તેમજ આ બંને બાઈક પર જ સવાર અન્ય ચાર યુવકોને ઈજા થતા તેમને સારવાર માટે દાખલ કરવામા આવ્યા છે. આમ તહેવારો ટાણે જ અકસ્માત થતા મૃતક યુવકોના પરિવારોમાં શોકનુ વાતાવરણ છવાઇ ગયુ છે.