દેવગઢ બારીઆ તાલુકાના નાની ખજુરી ગામે પÂત્નને મોતને ઘાટ ઉતારતો પતિ
દાહોદ તા.૧૧
દેવગઢ બારીઆ તાલુકાના નાની ખજુરી ગામે પÂત્ન ઉપર ખોટા શક વહેમ રાખી પતિએ લાકડાના પાટીયા વડે પગના ભાગે તથા ગુપ્ત ભાગે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ગળુ દબાવી પÂત્નને મોતને ઘાટ ઉતારતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
દેવગઢ બારીઆ તાલુકાના નાની ખજુરી ગામે રહેતા શનાભાઈ મગનભાઈ કોળીએ ગતરોજ પોતાની પÂત્ન કાસમબેન (ઉ.વ.૩૭) ને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, કોને ફોન કરે છે, તે બાબતે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાય જઈ લાકડાના પાટીયાથી કાસમબેનને પગના ઢીંચણના ભાગે, થાપાના ભાગે તથા સુવાળા (ગુપ્ત) ભાગે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ત્યાર બાદ કાસમબેનનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી શનાભાઈ મગનભાઈ કોળી નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ સંબંધે ધાનપુર તાલુકાના બેડાત ગામે ભગત ફળિયામાં રહેતા બુધિયાભાઈ નાનાભાઈ બારીયાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

