નડિયાદ ગીતા મંદિર ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતા જન્મોત્સવ પર્વ મોક્ષદા એકાદશીની  ઉજવણી

નરેશ ગનવાણી નડિયાદ

ગીતામંદિર નડિયાદમાં પરમ પૂજ્ય ડો. ગીતાબેન શર્માની પ્રેરણાથી તમામ ધાર્મિક પર્વોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ જ પરંપરાને જાળવીને આજરોજ, તારીખ ૧.૧૨.૨૦૨૫, સોમવારના રોજ માગશર સુદ એકાદશીના પાવન અવસરે શ્રીમદ્ ભગવદ્ ગીતા જન્મોત્સવ પર્વ અને મોક્ષદા એકાદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ દિવ્ય પ્રસંગે, ગીતામંદિરના પ્રાંગણમાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના સમગ્ર ૧૮ અધ્યાયોનું ભાવપૂર્વક પારાયણ કરવામાં આવ્યું હતું, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.
આ ધાર્મિક ઉત્સવમાં ગીતામંદિરના અનેક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ગીતાબેન ભગત, વિલાસબેન પટેલ, ચંદ્રિકાબા, જ્યોતીબેન ભટ્ટ, હિનાબેન સોની, તેમજ ગીતામંદિર ખેડાના ટ્રસ્ટી ઈન્દુબેન સોલંકી અને હેતલબેન ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ગીતામંદિર મહેમદાવાદના બહેનો, તથા ઠાકોરભાઈ, રાજુભાઈ, હેમંતભાઈ સહિત ગીતામંદિરના તમામ ભક્તોએ પારાયણના અને પ્રસાદના લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
આ અવસરે, ગીતામંદિર તરફથી પારાયણ કરનાર બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના તમામ ઋષિકુમારોને ભેટ અને પ્રસાદ અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ઉત્સવનું સફળ અને સુચારુ સંચાલન ગીતામંદિરના ડો. પ્રજ્ઞેશકુમાર જી. પંડ્યાએ કર્યું હતું.

3 thoughts on “નડિયાદ ગીતા મંદિર ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતા જન્મોત્સવ પર્વ મોક્ષદા એકાદશીની  ઉજવણી

  • January 24, 2026 at 6:04 pm
    Permalink

    **mitolyn**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

    Reply
  • January 31, 2026 at 9:56 am
    Permalink

    **backbiome**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!